નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં લોકડાઉન લાદવામાં આવ્યા બાદ પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારવામાં આવી છે. આ પેટ્રોલના ભાવમાં 1.67 રુપિયા જ્યારે ડીઝલના ભાવમાં 7.1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
બંનેની કિંમતો પર દિલ્હી સરકાર દ્વારા લગાવવામાં આવેલી વેટમાં વધારાને લીધે તેન અસર થઇ છે. દિલ્હીમાં લોકડાઉન લગાવ્યા બાદ પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ 5 મે, એટલે કે, મંગળવારથી દિલ્હીમાં ડીઝલ 69.29 રુપિયા પ્રતિ લીટર જ્યારે પેટ્રોલ 71.26 રુપિયા પ્રતિ લીટર થયું છે. પેટ્રોલ પર વેટ 27%થી વધારીને 30% કરવામાં આવ્યો છે.
જ્યારે ડીઝલ પર 16.75%થી વધારીને 30% કરવામાં આવ્યો છે. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય લોકોની પરેશાનીમાં વધારો કરી શકશે.