મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :
આજનું રાશિફળ: આજે આપ તન અને મનથી થાક તથા થોડી બેચેનીનો અનુભવ કરશો. સંતાનોની બાબતોમાં અથવા તેમને લગતા વિવિધ કાર્યોમાં આજે આપનો ઘણો સમય ખર્ચાઇ જશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે વાદવિવાદ ટાળવો તેમજ શક્ય હોય ત્યાં સુધી તમારા કામથી મતલબ રાખવો. હરીફો માથું ઉંચકવાનો પ્રયાસ કરે પરંતુ જો કામ પ્રત્યે તમે સમર્પિત હશો તો સ્થિતિ અંકુશમાં આવી જશે. સરકાર તરફથી કોઇ પરેશાની ઉભી થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું.
સિંહ રાશિમાં સૂર્યનું ભ્રમણ : આજે સિંહ સંક્રાતિ છે એટલે કે આજથી એક મહિના સુધી સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ થશે. તેના કારણે આવનારા દિવસોમાં તમે કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં વિજય મેળવી શકશો. વિરોધીઓને તમે પછાડી શકશો. નોકરીમાં સારી પ્રગતિ થવાના ચાન્સ છે. જોકે, સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે છે. બેંક લોન મેળવવામાં સફળ રહેશો. સ્પર્ધામાં વિજય મળવાના યોગ બની રહ્યાં છે.
ઉપાય – શ્રી ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો.
સાપ્તાહિક રાશિફળ: સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે, બગડેલા કાર્યો સુધરશે.
Lucky Colour: Mhroon
Lucky Day: Friday
સપ્તાહનો ઉપાય : ઇષ્ટદેવના ચરણોમાં પીળા ફૂલ અર્પણ કરો
સાવધાની : બીજાની વાતમાં ન આવો