ETV Bharat / bharat

લોકડાઉન વચ્ચે સરકારનો સ્વશિક્ષણ મંચ વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય

ચાલી રહેલા કોવિડ-૧૯ ઘર-વાસના કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે ત્યારે સરકારના સ્વશિક્ષણ મંચ 'સ્વયમ્' માં નોંધણીની સંખ્યામાં ખૂબ વધારો થયો છે.

government's education
સરકારનો સ્વશિક્ષણ મંચ
author img

By

Published : Apr 5, 2020, 7:14 PM IST

ન્યૂઝ ડેસ્ક : કોવિડ-19 ઘરૃવેસના પગલે, કેન્દ્રીય માનવ સંસાધન ખાતા દ્વારા ઑનલાઇન કૉર્સ મારફતે સ્વયં અભ્યાસ કરવાની માગણીમાં હવે ખૂબ વધારો થયો છે.

થોડાંક વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી ઑનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવા વ્યાપક મુક્ત ઑનલાઇન કૉર્સ (એમઓઓસી) મુજબ 'સ્વયમ્' નામનો એક મંચ ઊભો કર્યો હતો. આ મંચ પર 1,900 કૉર્સ છે જે આઈઆઈટી, આઈઆઈએમ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ દ્વારા બનાવાયા છે.

ગત જાન્યુઆરીમાં સેમેસ્ટર દરમિયાન 25 લાખ લોકોએ ૫૭૧ કૉર્સમાં પોતાની નોંધણી કરાવી હતી જેમાં માત્ર ભારતના જ નહીં, 60 અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ સમાવિષ્ટ હતા.

તે પછી કૉવિડ-19 પ્રકોપના કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવાઈ છે જેના કારણે આ ઑનલાઇન કૉર્સ માટે માગણીમાં વધારો થયો છે.

વર્તમાન વર્ષ દરમિયાન 23 માર્ચથી 27 માર્ચના પાંચ દિવસના સમયગાળામાં લગભગ ૫૦ હજાર વિદ્યાર્થીઓએ ઑનલાઇન કૉર્સ માટે પોતાની નોંધણી કરાવી છે.

વધુમાં, આ ઑનલાઇન કૉર્સને અત્યંત લોકપ્રિય બનાવનારી વિગત એ છે કે તે એકદમ નિઃશુલ્ક છે.

તેમના ઘરે બેસીને આરામથી 'સ્વયમ્ પ્રભા' નામના ડીટીએચ મંચ પર આ કૉર્સમાં અંદાજે ૫૦ હજાર લોકો ભણી રહ્યા છે.

બીજા એક અદ્ભુત આંકડામાં, 43 હજાર લોકો આ સમયગાળા દરમિયાન રોજ નેશનલ ડિજિટલ લાઇબ્રેરી મંચ પર પોતાની નોંધણી કરાવી રહ્યા છે જે સામાન્ય કોઈ દિવસ પર થતી નોંધણીથી બમણાં કરતાં પણ વધુ છે, તેમ કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું.

કેન્દ્રીય માનવ સંસાધન ખાતાએ એમ પણ માહિતી આપી કે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એનસીઇઆરટી આધારિત દીક્ષા, ઇ-પાઠશાળા, ઇ-ટૅક્ટિક્સ, વર્ચ્યુઅલ લૅબ્સ અને સ્પૉકન ટ્યુટોરિયલ્સ, ખાસ કરીને રૉબોટિક્સ શિક્ષણ માટે ઘડાયેલા શિક્ષણ માટે ઉપયોગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.