જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે લદ્દાખ ટુરિઝમ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યુ હતુ. આ દરમિયાન સત્યપાલ મલિકે પોતાના ભાષણમાં કહ્યું હતું કે 'આતંકવાદીઓએ નિર્દોષ સુરક્ષાકર્મીઓની હત્યા કરવાનું બંધ કરવું જોઈએ અને તેના બદલે જે લોકોએ કાશ્મીરની સંપત્તિ લૂંટી છે તેની સામે હુમલો કરવો જોઈએ.'
વધુમાં મલિકે કહ્યું હતું કે હથિયાર ઉઠાવવાથી ક્યારેય કોઇ સમસ્યાનું નિરાકરણ નથી થતું. શ્રીલંકામાં એક સંગઠન હતું જેને લિટ્ટે નામથી ઓળખવામાં આવતુ હતુ. તેને પણ સમર્થન હતું પરંતુ તે ખતમ થઈ ગયું.