દુનિયામાં એક શીંગવાળા ગેંડા અસમના કાજીરંગા નેશનલ પાર્કમાં છે. તેના સિવાય આ પાર્કમાં ચિત્તા અને હાથીઓ પણ છે.
પુરના કારણે અસમમાં ઘણુ નુકસાન થયું છે. પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે પ્રાણીઓને પાર્કમાં સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યાં છે.
વધુમાં જણાવ્યું કે વન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37 પર શિકારીઓ પર બાજ નજર રાખી રહ્યું છે. શિકારીઓથી પ્રાણીઓની સુરક્ષાને લઇને પાર્કમાં વાહનોને પણ પાસ આપવામાં આવ્યાં છે. અને રાત્રીના વન સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યાં છે.
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના કારણે બેકી નદીનું જળ સ્તર વધ્યુ છે. પુરને ધ્યાને લેતા સેના, તંત્ર અને SDRFની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
તબાહીના સમયે બક્સા જિલ્લાના બલીપુરના 4 ગામમા ફયાસેલા 150 લોકોને પુરમાંથી બહાર સલામત સ્થળે ખસેડ્યા છે.