માંગરોળના બોરસરામાં ઔદ્યોગિક આગનો બનાવ, લાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી - Industrial fire incident
🎬 Watch Now: Feature Video
Published : Mar 26, 2024, 9:57 AM IST
સુરત : સુરત જિલ્લામાં આજરોજ વધુ એક આગની ઘટના બની હતી.માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની હદમાં આવેલ સત્યા ટીંબર ટ્રેડસ નામના લાકડાના ગોડાઉનમાં બપોરે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગી હોવાની જાણ સ્થાનિકોને થતા તેઓ તરત સ્થળ પર દોડી ગયા હતા. આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તુરત સ્થાનિક ફાયર વિભાગની ટીમને જાણ કરાઇ હતી. સ્થાનિક ફાયર વિભાગની ટીમે તુરત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાની તજવીજ હાથ ધરી હતી. જોકે લાકડાની પ્લાયો વધુ હોવાથી આગ સતત પ્રસરી રહી હતી. જેને લઇને જિલ્લા હેડ ક્વાર્ટર બારડોલી ફાયરની મદદ લેવામાં આવી હતી. લગભગ ચાર કલાકમાં 1.20 લાખ લીટર પાણી મારો ચલાવી ફાયર વિભાગની ટીમોને આગ પર કાબુ લેવામાં સફળતા મળી હતી. જોકે કયા કારણોસર આગ લાગી એ હજુ જાણવા મળ્યું નથી. તેમજ કોઈ જાનહાનિના પણ સમાંચાર મળ્યા ન હતાં જેને લઇને સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે સુરત જિલ્લા ફાયર ઓફિસર પી.બી. ગઢવીએ જણાવ્યું હતું કે આગની ઘટનાની જાણ થતાં જ મારી ટીમ તુરત સ્થળ પર દોડી ગઈ હતી. 6 જેટલી ફાયર વિભાગની ગાડીઓથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે લાકડાનો જથ્થો વધુ હોવાથી સતત આગ પ્રસરી રહી હતી. લગભગ 4 કલાક બાદ આગ પર અમે કાબૂ મેળવી લીધો હતો. કયા કારણોસર આગ લાગી એ હજુ જાણવા મળ્યું નથી.