વ્યારાના શંકર ફળિયામાં એક પણ ઉમેદવારના ડોકાયા, મતદાનના દિવસે જનતાએ આપ્યો અનોખો જવાબ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-05-2024/640-480-21409098-thumbnail-16x9-x-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : May 7, 2024, 4:53 PM IST
તાપી : બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના વ્યારાના શંકર ફળિયામાં ઢોલ-નગારા સાથે કેક કાપી લોકસભાના ચૂંટણી પર્વની ઉજવણી કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વ્યારાના શંકર ફળિયાના લોકોએ ભેગા મળીને નાના ભૂલકાઓ પાસે કેક કપાવી લોકપર્વની ઉજવણી કરી હતી. આ ફળિયામાં દસ મહિના અગાઉ મેગા ડિમોલેશન થયું હતું. જેમાં ફળિયાના 70 જેટલા મકાન ડિમોલિશન હેઠળ ધ્વસ્ત કર્યા હતા. પરંતુ આજ સુધી કોઈ નેતા અહીંના લોકોના હાલ પૂછવા ન આવતા ફળિયાના લોકોએ ઉમેદવારોનો અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. 15 દિવસ અગાઉ શંકર ફળિયાના લોકોએ ઉમેદવારોને પ્રચાર માટે આમંત્રણ આપતા બેનર લગાવ્યા હતા. પરંતુ કોઈ પણ પક્ષના ઉમેદવારના પેટનું પાણી પણ હલ્યું નહોતું.