સુરતમાં રેલવે ઓવર બ્રિજના ગડર પર ચડ્યો સુરતનો "સ્પાઈડરમેન", જુઓ વાયરલ વીડિયો - Viral video

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 8:52 PM IST

thumbnail
ઓવર બ્રિજ પર ચડ્યો સુરતનો "સ્પાઈડરમેન" (ETV Bharat Reporter)

સુરત : કીમ રેલવે ઓવર બ્રિજના ઓપન ગડર પર એક યુવક ચડી જતા લોકોના શ્વાસ અદ્ધર થયા છે. ઓલપાડ તાલુકાના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પર ગતરોજ એક ઇસમ બ્રિજના ઓપન ગડર પર ચડી ગયો હતો. બ્રિજની નીચે રહેલા લોકોની નજર આ યુવક પર પડતા તેઓએ બૂમાબૂમ કરી હતી. પરંતુ યુવકે ધ્યાન ન આપ્યું અને સતત આગળ ચાલી સામેના છેડેથી નીચે ઉતરી ગયો હતો. યુવક હેમખેમ નીચે ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. યુવક ઓપન ગડર પર ચડી ચાલતો જતો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પલસાણાના કડોદરા ચાર રસ્તા નજીક અંડરપાસ સેફ્ટી રેલીંગ પર એક યુવક ચડી ગયો હતો. તેણે પણ હાજર લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

  1. એવું તે શું બન્યું કે પોડાશીએ 22 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝિંકીને હત્યા કરી નાખી ? 
  2. સુરત સિટી બસમાં બવાલનો વાયરલ વીડિયો, સુરતના આ કોર્પોરેટરની ઊંઘ ઉડી 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.