વલસાડમાં મેઘરાજા મહેરબાન, બે કલાકમાં એક ઇંચ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ... - valsad rain news - VALSAD RAIN NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 24, 2024, 7:46 PM IST
વલસાડ: શહેરમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા બપોરે 12:00 થી 2 દરમિયાન 22 MM જ્યારે બપોરે બે થી ચાર દરમિયાન 15 mm મળી કુલ 37 MM જેટલો વરસાદ એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ વલસાડ શહેરમાં નોંધાયો હતો જેને પગલે સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું અનેક નીચાણવાળ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું ગયું હતું .
ગરનારામાં વરસાદી પાણી ભરાયુ: વલસાડ શહેરથી બહાર નીકળતા છીપવાડ ગરનાળા જેનો ઉપયોગ 48 થી વધુ ગામના લોકો અહીંથી પસાર થવા માટે કરે છે એ ઘરનાળામાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અને ટુ વ્હીલર ચાલકોના વાહનો વરસાદી પાણીમાં ઉતારતા નાાળામાં અધવચ્ચે બંધ થઈ જતા ધક્કા મારવાની આગળ ધકેલવામાં મુશ્કેલી સર્જાઇ હતી.
મોગરાવાડી અને છીપવાડમાં પાણી ભરાઈ ગયા: વલસાડ શહેરના નીચાણવાળા ક્ષેત્ર મોગરાવાડી રેલવે ગરનાળામાં સામાન્ય વરસાદ થતાં જ વરસાદી પાણી ફરી વળ્યું છે, જોકે પાણી ન ભરાય તે માટે નગરપાલિકા દ્વારા ટૂંક સમય પહેલા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હતી પરંતુ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આજે પ્રિમોન્સૂન કામગીરીનો છેદ ઉડ્યો છે. અનેક વાહન ચાલકો વરસાદી પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.
વાતાવરણમાં ઠંડક પ્રસરી: છેલ્લા ત્રણ દિવસથી વાદળોની હાથ તાડી આપ્યા બાદ આજે મેઘરાજા બપોર બાદ વલસાડ શહેરમાં મહેમાન બન્યા હતા. અને સતત બે થી ત્રણ કલાક સુધી વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આમ વલસાડ શહેરમાં આજે બે કલાકમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાતા ગરમીમાંથી રાહત મળી તો બીજી તરફ પ્રિમોન્સૂન કામગીરીમાં વેઠ ઉતરી હોય એવા દ્રશ્યો અનેક જગ્યા ઉપર જોવા મળ્યા હતા.