ખોડીયાર માની શરણે આવ્યા કેન્દ્રીય રાજ્યમંત્રી, નિમુબેન બાંભણિયાએ ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત - MP Nimuben Bambhania - MP NIMUBEN BAMBHANIA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 6:44 PM IST

ભાવનગર : કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર લોકસભા બેઠકના સાંસદ નિમુબેન બાંભણિયા સાંસદ અને મંત્રી તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમવાર ભાવનગરના ખોડીયાર મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ખોડિયાર મંદિરે પહોંચી માતાના દર્શન કરી નિમુબેન બાંભણિયાએ જીત માટે આશીર્વાદ લીધા હતા. ઉપભોક્તા અને ખાદ્ય મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી પદે શપથગ્રહણ બાદ ભાવનગર પ્રથમ વખત આવનાર નિમુબેન બાંભણીયાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરીને મોદી સરકારમાં શ્રેષ્ઠ કામગીરી કરવાની વાત કરી હતી. સાંસદ નિમુબેને વધુમાં જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બન્યા છે. સૌ કાર્યકર્તા ખુશ છે. ઉપરાંત મને કેન્દ્રીય રાજ્યમંત્રી પદે કામ કરવાની તક આપી છે તે બદલ પીએમ મોદીનો હું આભાર વ્યક્ત કરું છું.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.