હાલાર પંથકમાં આકાશી વીજળીની આફત, બે યુવક અને એક યુવતીનું દુઃખદ મોત - Death due to lightning in rain - DEATH DUE TO LIGHTNING IN RAIN
🎬 Watch Now: Feature Video


Published : Jul 11, 2024, 6:54 AM IST
જામનગર: જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના ખેતીકામ કરતા કિરીટસિંહ બચુભા ઝાલા પોતાની વાડીમાં બપોરના સમયે હજાર હતા, તે દરમિયાન વીજળી પડતા તેમનું મોત થયું હતું. તેમજ નરમાણા ગામના ખેડૂત દેવરખીભાઇ અરજણભાઈ ડાંગર અને દોઢિયા ગામના ખેતીકામ કરતા મનીષાબેન પર વીજળી પડતા તેમનું પણ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ખેતીકામ કરતા અલ્પેશ નામનો યુવાન વીજળીથી ગંભીર રીતે દાઝી જતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ વિશે કોઇ આગાહી કરવામાં આવી ન હતી, પરંતુ દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સિસ્ટમ સક્રિય બનતા મેઘરાજાનું આગમન થયું હતું. પરિણામે મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને જાનમાલને ભારે નુકસાન થયું હતું.