મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસના વાઇરલ વિડીયો મામલે બેની અટકાયત - Booth Capturing Attempt - BOOTH CAPTURING ATTEMPT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 11:32 AM IST

મહીસાગર:  મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વાઇરલ વિડીયો થયો હતો. જેના પગલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે અને આ મામલે બેની અટકાયત પણ કરવામાં આવી છે. ત્યારે એએસપી વિવેક ભેડાએ જણાવ્યુ કે કાલે રાત્રે એક ઘટના સામે આવી છે. વિજય ભાભોર નામનો વ્યક્તિ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ રેકોર્ડિંગ એમાં સાથે બૂથમાં રેકોર્ડિંગ કરી રહ્યો છે. એમાં કઈક ઇવીએમ સાથે ટેમ્પરિંગ કરતો દેખાઈ રહ્યું છે. તેના સંદર્ભે સંતરામપુરના મામલતદારે અહીં આવીને એફઆઇઆર રજીસ્ટર કરી છે.આ મામલામાં સેકસન આરપીએ 128,131,132, 135 એબી, આઇપીસીના સેકસન જેવાકે 171 એફ વગેરે લગાવવામાં આવી છે, તો જેમાં ઘણી બધી ચીજો ભેગી કરી છે અને ટેમ્પરિંગની વાત છે. આનામાં જાહેરનામાનો ભંગ આઇપીસી સેકસન 188 એની ધારાની આગળ અમે એફઆઇઆર રજીસ્ટર કરી છે, તેના પછી પણ અમે ટેકનિકલ સોર્સિસ તપાસી રહ્યાં છીએ. એમાં બંને આરોપીઓ દેખાઈ રહ્યા છે વિજય ભાભોર અને મગન ડામોર બંનેને ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ છે. 

  1. દાહોદના પ્રથમપુર ગામે બુથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ, ડો. પ્રભાબેન તાવિયાડે નોંધાવી ફરિયાદ - Loksabha Election 2024
  2. બુથ કેપ્ચરિંગ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા બગડ્યા, ચૂંટણી પંચ પર કર્યા ગંભીર આક્ષેપ - Dahod Booth Capturing

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.