ખેતરમાં મળ્યા બે મૃતદેહ : છાપીના નળાસર ગામ નજીક બનાવ, આદિવાસી સમાજે મૃતદેહ ન સ્વીકાર્યો - Banaskantha Crime
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2024, 6:56 AM IST
|Updated : Sep 9, 2024, 6:07 PM IST
બનાસકાંઠા : છાપીના નરાસળ ગામ પાસે આવેલા એક ખેતરમાં બે આદિવાસી યુવકોના મૃતદેહ મળતા ચકચાર મચી છે. સ્થાનિક લોકોએ છાપી પોલીસને જાણ કરતા પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. મૃતદેહને પીએમ અર્થે વડગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ હડાદના પીપળીયા ગામના બંને આદિવાસી યુવાનો પાલનપુરથી છાપી મજૂરી અર્થે આવ્યા હતા. ઘટનાની જાણ થયા બાદ છાપી પોલીસ મથકે સમાજના લોકો એકત્ર થયા અને તપાસની માંગ કરવામાં આવી છે. આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ છે અને લોકોની માંગ છે કે, જ્યાં સુધી સમાજના લોકો આ અંગે નિર્ણય ન કરે ત્યાં સુધી બંને મૃતદેહનો સ્વીકાર નહીં કરે.
વડગામ તાલુકાના નળાસર ગામે મળેલા યુવકોના મૃતદેહોનુ બીજા દિવસે પીએમ કરવામાં આવ્યું હતું. બીજા દિવસ સુધી મૃતદેહો વડગામ રેફરલ હોસ્પિટલમાં રખાતા સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા, જોકે પોલીસે સમગ્ર મામલે સમાજના લોકોના આક્રોશને શાંત પાડવા અન્ય સમાજના લોકોને સાથે રાખી મામલો થાળે પાડી પીએમ માટેની આગળની આજે હાથ ધરી હતી. સમાજના આગેવાનોની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતુ.