Surat leopard cubs : માંગરોળના દીણોદ ગામે શેરડીના ખેતરમાંથી બે બાળ દીપડા મળ્યા - દીપડીના બે બચ્ચા
🎬 Watch Now: Feature Video
Published : Feb 3, 2024, 12:55 PM IST
|Updated : Feb 4, 2024, 11:57 AM IST
સુરત : માંગરોળ તાલુકાના દીણોદ ગામે શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચા મળી આવ્યા છે. આ અંગે વન વિભાગ અને લેપર્ડ ટીમને જાણ કરતાં તેમણે બચ્ચાનો માદા દીપડી સાથે મિલાપ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
હાલ માદા દીપડી તેના બચ્ચાને પરત લઈ જાય તે માટે વન વિભાગની ટીમ અને લેપર્ડ એમ્બેસેડર ટીમના સભ્યો ઉપરોક્ત શેરડીના ખેતર ખાતે બચ્ચાને લઈ જઈ પ્રયત્ન કરી રહ્યા છે. -- હિરેન પટેલ (RFO, વાંકલ રેન્જ)
બાળ દીપડા : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દીણોદ ગામના ખેડૂત ચુનીલાલના ખેતરમાં શેરડી કટીંગની કામગીરી દરમિયાન મજૂરોએ શેરડી સળગાવી હતી. આ દરમિયાન અચાનક દીપડાના બે બચ્ચા જીવ બચાવી બહાર નીકળી આવ્યા હતા. ખેતર માલિકે આ ઘટનાની જાણ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલને કરી હતી. તેઓ વાંકલ રેન્જના ફોરેસ્ટર પ્રીતિ ચૌધરી, ફીલીપ ગામીત અને લેપર્ડ એમ્બેસેડર ટીમના સભ્યો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. આગથી ઈજાગ્રસ્ત થયેલા બચ્ચાની સારવાર કરાવી ઝંખવાવ ગામે વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.