તાપી જિલ્લામાં ધીમીધારે મુશળધાર વરસાદ, નિઝરમાં ઘરોમાં પાણી ભરાયા - Tapi rain update - TAPI RAIN UPDATE
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 3:24 PM IST
તાપી : હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નિઝરમાં સમી સાંજે પડેલા મુશળધાર વરસાદે કેટલાક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. નિઝરમાં સાંજે 6 થી 8 કલાક દરમિયાન 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેના પગલે ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. JCB મશીન દ્વારા પાણી નિકાલની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
આજરોજ પણ મેઘરાજા તાપી જિલ્લામાં મહેરબાન થતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યા છે. કેટલીક જગ્યાએ ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો બીજી તરફ કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્ર સજ્જ થયું છે.