Ram Mandir Pran Pratistha: 84 સેકન્ડના શુભ મુહૂર્તમાં થઈ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા - રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ
🎬 Watch Now: Feature Video
Published : Jan 22, 2024, 8:36 AM IST
|Updated : Jan 22, 2024, 3:42 PM IST
અયોધ્યા: રામનગરી અયોધ્યા સ્થિત નવનિર્મિત રામ મંદિરમાં આજે ભગવાન શ્રીરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ સંપન્ન થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દેશ-વિદેશમાંથી આવેલા સાધુુ, સંતો,મહંતો, રાજકીય, સામાજીક વ્યક્તિઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિકોની હાજરીમાં ઐતિહાસિક પ્રસંગ પૂર્ણ થયો છે. ગર્ભ ગૃહમાં પીએમ મોદી અને મોહન ભાગવત સહિત ગણમાન્ય લોકો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવી હતી, અભિજીત મુહૂર્ત આજે બપોરે 12:29 મિનિટ 8 સેકન્ડથી લઈને 12:30 મિનિટ 32 સેકન્ડ સુધીના સમયની અંદર તમામ વિધિ સંપન્ન થઈ હતી અને સૌ કોઈએ ભગવાન શ્રીરામના વિધિવત દર્શન કર્યા હતાં.ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ રામલલાની આરતી ઉતારી હતી. આ તકે જયશ્રી રામના નાદ સાથે સમગ્ર અયોધ્યા ગુંજી ઉઠ્યું હતું.