thumbnail

ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં 1.98 ફૂટ જેટલો વધારો નોંધાયો - water level of Ukai Dam increased

By ETV Bharat Gujarati Team

Published : Aug 1, 2024, 6:41 PM IST

તાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક નોંધાય રહી છે. હાલ મહારાષ્ટ્રના પ્રકાશા ડેમના આઠ દરવાજા ખોલી દેવાતા સીધું પાણી ઉકાઈ ડેમના કેચમેંટ વિસ્તારમાં સંગ્રહ થય રહ્યું છે. ત્યારે છેલ્લા પાંચ દિવસમાં ઉકાઈ ડેમની જળસપાટી માં આશરે નવ ફૂટ જેટલો વધારો થયો છે અને છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 1.98 ફૂટ જેટલો વધારો થતાં ડેમની જળસપાટી 327.08 ફૂટને પાર પહોંચી છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 66,129 ક્યુસેક પાણીનો આવરો આવી રહ્યો છે. ત્યારે ડેમના સત્તાધિશો દ્વારા 600 ક્યુસેક પાણી નહેર વાટે છોડવામાં આવી રહ્યું છે. ડેમના કુલ લેવલ 333 ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમના સત્તાધિશોનું કહેવું છે કે ગત વર્ષ કરતાં ડેમની સપાટી ઓછી હોવાથી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણી સંગ્રહ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.