ETV Bharat / bharat

નિવૃત કર્મચારીઓ ઘરે બેઠા આ રીતે મેળવી શકે છે પેન્શન, જાણો... - HOW YOU GET PENSION AT HOME

કર્મચારી,જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના નિવૃત અધિકારીઓ માટે પેન્શન મેળવવા અંગે એક નવી સૂચના બહાર પાડી છે.જાણો...

નિવૃત કર્મચારીઓ ઘરે બેઠા આ રીતે મેળવી શકે છે પેન્શન
નિવૃત કર્મચારીઓ ઘરે બેઠા આ રીતે મેળવી શકે છે પેન્શન (Etv Bharat graphics team)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2024, 5:23 PM IST

હૈદરાબાદ: નિવૃત સરકારી કર્મચારીઓ કાગળ પર અરજી લખવાને બદલે હવે તે ઓનલાઇન અરજી કરી શકે છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે (DoPPW) તારીખ 16મી જુલાઈ, 2024ના રોજ એક નોટિફિકેશન બહાર પાડી હતી. જેમાં કેન્દ્ર સરકારના નિવૃત(રિટાયર્ડ) અધિકારીઓ માટે નવું સિંગલ સિમ્પલીફાઈડ પેન્શન એપ્લિકેશન ફોર્મ 6-A બહાર પાડ્યું છે. આ ફોર્મ ડિસેમ્બર 2024 અને ત્યાર બાદ નિવૃત થતા કર્મચારીઓને ફરજીયાત પણે ભરવાનું રહેશે.

જો કે આ નિયમ છ નવેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યો છે, ખરેખર આ પેન્શન ફોર્મ 6-A કર્મચારીઓ માટે પેન્શન ફોર્મ સબમિટ કરવાનું સરળ બનાવશે.

PressRelease
PressRelease (PIB)

શું છે 6-A ફોર્મ?

આ નવું સિંગલ સિમ્પલીફાઈડ પેન્શન એપ્લિકેશન ફોર્મ 6-A ને કુલ 9 ફોર્મ/ફોર્મેટને ભેગા કરીને બનાવવામાં આવ્યું છે. જેમાં જૂના ફોર્મ્સને મર્જ કરવામાં આવ્યા છે. તેમાં ફોર્મ 6, 8, 4, 3, A, ફોર્મેટ 1, ફોર્મેટ 9, FMA અને ઝીરો ઓપ્શન ફોર્મનો સમાવેશ થાય છે. આ ફેરફાર CCS પેન્શન નિયમો, 2021 ના ​​નિયમો 53, 57, 58, 59 અને 60ના આધારે કરવામાં આવ્યો છે. ખર્ચ વિભાગ, કાયદો અને ન્યાય વિભાગ, ખાતાના નિયંત્રક જનરલ, ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ, કર્મચારી અને તાલીમ વિભાગ જેવા તમામ હિતધારકો સાથેની પરામર્શની યોગ્ય પ્રક્રિયા બાદ સુધારાનો અમલ કરવામાં આવ્યો છે.

કેવી રીતે ભરી શકો છો આ 6-A ફોર્મ?

કેન્દ્ર સરકારના નિવૃત કર્મચારીઓ આ ફોર્મ Bhavishya અથવા e-HRMS 2.0 પોર્ટલ પરથી ભરી શકે છે. જે સરકારી કર્મચારીઓનું રજિસ્ટ્રેશન e-HRMS પોર્ટલ પર છે તેઓ e-HRMS 2.0 (માત્ર નિવૃત્તિના કેસો) પરથી આ ફોર્મ ભરી શકશે. તેમજ જે કર્મચારીઓનું રજિસટ્રેશન e-HRMS પોર્ટલ પર નથી તે કર્મચારીઓ Bhavishya પરથી ફોર્મ 6-A ભરી શકશે. જો કે આ ફોર્મ તારીખ 17 માર્ચ 2025ના રોજ અમલમાં આવવાનું છે.

આ પણ વાંચો:

  1. આજે PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં, યુવાનોને કરી ખાસ અપીલ
  2. હિમાચલનો આ રેલ્વે ટ્રેક છે વિશ્વનો સૌથી સુંદર રેલ્વે ટ્રેક, 121 વર્ષથી સંભળાય છે છુક-છુકનો અવાજ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.