અમદાવાદ : આજે 18 ફેબ્રુઆરી, મંગળવારના રોજ ચંદ્ર કન્યા રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે આપ સમાજ અને લોકોમાં આદર મેળવી શકશો. આપનું લગ્ન તેમ જ પારિવારિક જીવન સંતુષ્ટ અને સુખી રહેશે. આપ મિત્રો સાથે મોજમસ્તી અને રોમાન્સ માણી શકશો. મનોરંજનથી આપને ભાગીદારીમાં ફાયદો થશે. જીવનસાથી સાથે સારો સુમેળ રહેશે.
વૃષભ: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે. કોઇના પર હસવા જતા તકલીફ ઊભી થવાની શક્યતા છે. ગેરસમજ સર્જાઈ શકે. મનોરંજન અને મોજશોખ પાછળ ખર્ચ થઇ શકે. આરોગ્ય સાચવવું પડશે. અકસ્માત થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. મનના આવેગને કારણે કેટલીક મુશ્કેલીઓ ઉદભવી શકે. આપે સભાન રહેવાની જરૂર છે.
મિથુન: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજનો દિવસ સાર્વત્રિક લાભનો હોવાનું જણાઈ રહ્યું છે. પારિવારિક સુખ શાંતિ જળવાશે. પત્ની અને તેમની પાછળ ખર્ચ પણ થાય. કુંવારા પાત્રોનાં લગ્નની શક્યતા ઊભી થશે. વેપારમાં તેમજ નોકરીમાં આવક વધશે. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય. પ્રિયજનનું મિલન આનંદ પમાડશે. ઊત્તમ ભોજન અને શ્રેષ્ઠ લગ્નસુખની પ્રાપ્તી થાય.
કર્ક: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે થોડી શારીરિક માનસિક અસ્વસ્થતા અનુભવાય. ખાસ કરીને છાતીમાં દર્દ કે કોઇ વિકારથી તકલીફો હોય તેમણે વધુ સાવધાની રાખવી. પરિવારમાં દરેકની સાથે ધૈર્યપૂર્વક વર્તન કરવું. સ્ત્રી પાત્ર સાથે કમ્યુનિકેશનમાં વિશેષ પારદર્શકતા રાખવી. જાહેરમાં માનહાનિ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. કદાચ તમને બીજાનો સહકાર ઓછો મળતો હોય તેવું મનોમન લાગી શકે છે. સમયસર ભોજન ન મળે. અનિદ્રાની ફરિયાદ થઈ શકે છે. ધનખર્ચની તૈયારી રાખવી.
સિંહ: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપનું શરીર અને મન પ્રસન્ન રહેશે. ભાઇભાંડુઓ સાથેનો સમય વધુ આત્મીયતાભર્યો રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. પ્રિયજન સાથે આનંદ માણી શકશો. ભાગ્ય વધુ સાથ આપશે. નવાં કામ શરૂ કરવા ઉચિત દિવસ છે. સંગીત અને કલામાં આપની રૂચિ વધશે.
કન્યા: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપના કુટુંબમાં સુખશાંતિ જળવાશે અને પરિવારજનો સાથે આનંદ માણી શકશો. આજે આપની વાણીથી લોકો પ્રભાવિત થશે. પ્રવાસ કરો તેવી પણ શક્યતા છે. મીઠાઇ તેમજ સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. આયાત-નિકાસના વ્યવસાયમાં લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઉગ્ર વિવાદ કે ચર્ચાથી દૂર રહેવાનું આપના માટે હિતાવહ છે.
તુલા: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપના કલા-કસબ અને હુન્નરને બહાર લાવવા માટેની સોનેરી તક ન ગુમાવવાની સલાહ છે. આપની રચનાત્મક અને કલાત્મક શક્તિ વધુ નિખરશે. શારીરિક માનસિક સ્વસ્થતા જળવાય, મનોરંજનની પ્રવૃત્તિઓમાં દોસ્તો તથા પરિવારજનો સાથે ભાગ લેશો. આર્થિક લાભ થશે. સુંદર ભોજન, વસ્ત્રો અને વાહન સુખની પ્રાપ્તિ થાય. પ્રિયપાત્રની મુલાકાત તેમજ કાર્ય સફળતાના યોગ છે. દાંપત્યજીવનમાં વિશેષ મધુરતા રહેશે.
વૃશ્ચિક: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે મોજશોખ અને મનોરંજન પાછળ રૂપિયા વાપરશો. આપનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે. આપના મનમાં ચિંતા રહ્યા કરશે. આપને અકસ્માતથી સંભાળીને રહેવાની સલાહ છે. પરિવારજનો સાથે મતભેદ ટાળવા. કાનૂની કાર્યવાહીમાં સાવચેત રહેવું પડશે. આપનું વર્તન સંયમિત હશે તો ઘણી મુશ્કેલીઓમાંથી આપ બહાર નીકળી શકશો.
ધન: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજે આપ નાણાંકીય લાભ અને સમાજમાં આદર મેળવી શકશો, આપના કુટુંબમાં સુખ અને સંતોષ જળવાઇ રહેશે. આપની આવક વધશે અને વેપારમાં પણ ફાયદો થશે. પ્રિયપાત્ર સાથે સુખદ સમય વિતાવશો. મિત્રો સાથે હરવા-ફરવાનું થશે. કુંવારા લોકો માટે લગ્નના યોગ ઊભા થશે. આપને પત્ની અથવા સંતાન દ્વારા લાભ થઇ શકે છે.
મકર: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપને ધંધામાં લાભ થવાની શક્યતા છે. આર્થિક બાબતો અને પ્રવાસના આયોજન માટે પણ દિવસ સારો છે. સરકારી કામકાજ સફળતાથી પાર પડશે અને ઉચ્ચ અધિકારીઓ આપના કામથી ખુશી અનુભવશે. નોકરીમાં પદોન્નતિ થઇ શકે. પિતા દ્વારા લાભની પ્રાપ્તિ તેમજ સંતાનોનો અભ્યાસ સંતોષકારક રહેશે. આપના માનપાનમાં વધારો થઇ શકે.
કુંભ: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપનું શરીર સ્વાસ્થ્ય બરાબર ન હોવા છતાં આપ માનસિક રીતે સ્વસ્થ રહેશો. કામ કરવાનું આપને મન ઓછુ લાગશે પરંતુ નિર્ધારિત સમયમાં લક્ષ્ય હાંસલ કરવા માટે તમે કામના કલાકો વધારશો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત વખતે થોડી શાંતિ રાખવી. મોજશોખ અને હરવા ફરવામાં નાણાં વધારે ખર્ચ થશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. આપના પ્રતિસ્પર્ધીઓ સાથે દલીલમાં ઉતરશો નહીં. વિદેશથી શુભ સમાચાર મળશે.
મીન: ચંદ્ર આજે કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. સ્વાસ્થ્ય વિશે આપે સભાન રહેવું પડશે. બિમારીને કારણે ખર્ચમાં વધારો થઈ શકે છે. કામમાં થોડી એકાગ્રતા વધારવી અને ધીરજથી આગળ વધવું. પરિવારજનો સાથે સાવચેતીભર્યું વર્તન રાખશો અને એકબીજાને આદર આપશો તો ઘણો સુલેહ જળવાઈ રહેશે. અચાનક આર્થિક લાભ થવાથી આપની મુશ્કેલીઓ દૂર થઇ શકશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આપ માનસિક શાંતિ અનુભવશો.