સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ, ધારાસભ્યથી લઈને દરેક અધિકારી જોડાયા આ રથયાત્રામાં - Surat Jagnnath rathyatra 2024
🎬 Watch Now: Feature Video
સુરત: આજે અષાઢી બીજના દિવસે સુરતમાં રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા છે. ભગવાન જગન્નાથની આરતી કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરતમાં નીકળેલ રથયાત્રામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. "જય રણછોડ માખણ ચોર"ના નારાથી ગગન ગુંજી રહ્યું ઉઠ્યું હતું. સુરત રેલવે સ્ટેશનથી નીકળેલ રથયાત્રામાં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંનસેરિયા,સુરત મનપાના મેયર દક્ષેશ માવાણી,સુરત પશ્ચિમ ના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિતના આગેવાનો પણ આ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં સૌ કોઈ આ રથયાત્રા અને ભગવાન જગન્નાથને નિહાળવા, તેમનો પ્રસાદ ગ્રહણ કરવા ભક્તિભાવથી જોડાય હતા. લાખોની સંખ્યામાં માનવ મહેરામણ આ રથયાત્રામાં ઉમટી પડ્યું હતું.