ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થતાં ડેમની સપાટી 313.51 ફૂટ પર પહોંચી - TAPI UAKAI DAM - TAPI UAKAI DAM
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 7:45 PM IST
તાપી: ઉકાઇ ડેમના ઉપરવાસમાં એટલે કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 31,206 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમમાંથી કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 313.51 ફૂટ પર પહોંચી છે. પરંતુ ગત વર્ષ કરતાં 5 ફૂટ જેટલી ડેમની સપાટી ઓછી છે. પરંતુ ડેમના સત્તાધીશોનું કહેવું છે કે, જુલાઈ, ઓગસ્ટ અને સપટેમ્બરમાં માસમાં વરસાદ વધારે આવે છે. તેથી ડેમ 345 ફૂટ સુધી પહોંચશે તેવી આશા સેવી રહ્યા છે. જેથી ઉકાઇ ડેમમાં પાણી આવવાને લીધે ખેડૂતો ખુશ થયા છે અને લોકો પણ આ નવા નીર આવવાને લીધે રાજી થયા છે.