મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની મનમાનીને લઈને ગ્રાહક અધિકારીના પગે પડ્યા, વિડીયો થયો વાયરલ - Madhya Gujarat Power Company - MADHYA GUJARAT POWER COMPANY
🎬 Watch Now: Feature Video
Published : Jun 28, 2024, 8:14 PM IST
વડોદરા: શહેર નજીક જાંબુઆના સુંદરપુરા ગામે આવેલી MGVCL કંપનીની કચેરીએ વિજ કનેક્શન મેળવવા માટે અરજદારે ઘૂંટણીયે પડીને બે હાથ જોડીને માથું ઝુકાવી આજીજી કરી. જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં હાથ જોડીને વિનંતી કરતા અરજદારને એન્જિનીયર દ્વારા કોઇ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. તાજેતરમાં વિજ કંપનીની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
વિજ કનેક્શન મેળવવામાં ધાંધીયા: વડોદરામાં સ્માર્ટ વિજ મીટર નાંખ્યા બાદથી MGVCL કંપની ઉપર અનેક કારણોસર માછલા ધોવાઇ રહ્યા છે. કેટલીકવાર કલાકો સુધી પણ લાઇટો જતી રહે, તો ક્યારેક અધિકારીઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પણ ફોન ન ઉપાડે. અને આમ જનતાના તો ફોન ભાગ્યે જ ઉપાડવામાં આવતા હોય છે
છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ધક્કા ખાય છે, છતાં વીજ કનેકશન થી વંચિત: જાંબુઆના સુંદરપુરાના નિશાંત પટેલનો વિજ કંપનીની કચેરીએ અધિકારીને ઘૂંટણીયે પડીને માથુ ટેકવીને મદદ માંગતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.જેમાં નિશાંત પટેલે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, "હું છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હેરાન છું. મારે ત્યાં લાઇટ નથી. હું તમને બે હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું છું. મેં ખાલી પાંચ મીનીટ માણસ માંગ્યો છે, પાંચ મીનીટ માણસ ખાલી લાઇન ઉપર જોઇ લે, ,સાહેબ ત્રણ-ચાર વર્ષથી હું ધક્કા ખાઉં છું. ત્યારે માણસ આટલો હદની નીચે આવ્યો હશે. એટલે ઘૂંટણે પડ્યો છે". પરંતુ મને સરપંચે સલાહ આપી
વધુમાં તેમને જણાવ્યું કે, "આ લાસ્ટ લિમિટ છે. આનાથી વધારે લિમિટ નથી. હું સારા પરિવારમાંથી આવું છું. આજસુધી મેં અપશબ્દ નથી કહ્યો, આજે પણ હું સાહેબ સાહેબ કરીને વાત કરું છું. મને સરપંચે સલાહ આપી છે કે, તમે આમ કરશો તો કામ થશે, નહી તો કામ થાય તેમ લાગતું નથી. મને કોઇ માણસ મળી જાય તો તેને લઇને હું જતો રહું. દરમિયાન વિજ કચેરીના એન્જિનીયર જવાબ આપવામાં ગલ્લાતલ્લા કરતા હોય તેમ જણાય છે. તે અરજદારને કોઇ પણ સ્પષ્ટ જવાબ આપતા નથી".