thumbnail

ખોલવડ નજીક કન્ટેનરે મારી પલ્ટી, હાઇવે થયો બ્લોક - container overturned near Kholvad

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 9:04 PM IST

સુરત: કામરેજ તાલુકાના ખોલવડ નજીક કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. ટાયર ફાટતાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને લઇને એક બાજુનો હાઇવે બ્લોક થઇ જતાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કન્ટેનર હાઈવેની સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કન્ટેનર નંબર DD01E-9422 સેલવાસથી દોરા ભરી પંજાબના લુધિયાણા ખાતે જઈ રહ્યો હતો, ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ નજીકના ઓવર બ્રીજથી પસાર થતી વેળાએ કન્ટેનરનું આગળનું ટાયર ફાટયું હતું. જેને લઇને કન્ટેનર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ડીવાઈડર ચઢી ગયું હતું અને કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. અકસ્માતના પગલે કીમ તરફ જતા ટ્રેક વાળા હાઇવે પર વાહનોની લાંબી કતાર સર્જાય હતી. ઓથોરિટી સહિત ટ્રાફિક પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી ક્રેન મારફતે કન્ટેનરને સાઇડ કરવાની તજવીજ હાથ ધરી હતી. સદનસીબે મોટી જાનહાનિના સમાચાર ન મળતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.