દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ધોધ ખડખડ વહેતો થયો, જુઓ મનમોહક નજારો - chimer waterfall overflow - CHIMER WATERFALL OVERFLOW
🎬 Watch Now: Feature Video
Published : Jul 28, 2024, 12:40 PM IST
તાપી: ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. જેને પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા નદી, તળાવો, ડેમ, જળાશયો અને ધોધ સક્રિય થઈ ગયા છે. જે પૈકી તાપી જીલ્લામાં આવેલા મોટાભાગના ધોધ પણ ખળખળ વહેતા થયાં છે. સોનગઢ તાલુકાનો ક્વીન નેકલેશનામથી ઓળખાતો ચિમેર ધોધ આ વર્ષે પણ સોળે કળાએ ખીલી ઉઠયો છે અને ખળખળ વહેવા લાગ્યો છે. ચિમેર ધોધ જીવંત થતાની સાથે જ આહલાદક દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે. આશરે 300 ફૂટની ઊંચાઈથી પાણી સ્વરૂપે પડતા આ ધોધને જોવા લોકો પણ ઉમટી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, ચિમેર ધોધ સોનગઢના ચિમેર ગામ પાસે આવેલો છે, આ સ્થળે પહોંચવામાં પ્રાથમિક રસ્તાની સુવિધા પણ નથી તેમ છતાં ધોધનું આકર્ષણ દૂર દૂરથી લોકોને ખેંચી લાવે છે. ચિમેર ધોધ દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ધોધ ગણાય છે.