ધોધમાર વરસાદના પાણી પર્વત ગામની શાળામાં ઘૂસ્યા, વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા તો થયું આવું... - Surat Rainfall Update - SURAT RAINFALL UPDATE
🎬 Watch Now: Feature Video
Published : Jul 22, 2024, 2:44 PM IST
સુરત : રાજ્યભરમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જનજીવનને અસર થઈ છે. સુરત શહેરના રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. જેને લઇને રસ્તા બ્લોક થઈ જતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદી પાણી સુરતના પર્વત ગામે આવેલી સરસ્વતી સ્કૂલમાં ઘૂસી ગયા હતા. સ્કૂલની બહાર અને અંદર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા શાળાના સંચાલકોએ શાળા બંધ કરી દીધી અને વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. શાળાના બહાર રોડ પર ભરાઈ ગયેલ પાણીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના હાથ પકડી લાઈનમાં બહાર કાઢ્યા હતા. વિદ્યાર્થીઓ ઘૂંટણ સમા પાણીમાંથી બહાર નીકળવા મજબૂર બન્યા હતા. મોટા ઉપાડે પ્રિ-મોન્સુન કામગીરી વાત કરતા તંત્રની વરસાદે પોલ ખોલી નાખી હતી.