કામરેજના ગલતેશ્વર ખાતે તાપી નદીમાં 25 વર્ષીય યુવાન ડૂબી જતાં ચકચાર મચી ગઈ - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 10:55 PM IST
સુરતઃ કામરેજના ગલતેશ્વર ખાતે તાપી નદીમાં ન્હાવા પડેલા 4 મિત્રો પૈકી 1 તાપી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં ટીંબા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કર્યા બાદ પાછળના ભાગેથી પસાર થતી તાપી નદીમાં 4 મિત્રો ન્હાવા માટે પડયા હતા. જો કે કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે ન્હાવા પડેલા 4 મિત્રો પૈકી આકાશ ઉ.વ.25 રહે. જોળવા તાપી નદીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. બનાવની જાણ થતા કામરેજ ફાયર બ્રિગેડ સહિત સ્થાનિક પોલીસ બનાવના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાપી નદીના ઊંડા પાણીમાં ગરક યુવકને શોધવાની કવાયત હાથ ધરી હતી.