સુરત ફાયર વિભાગના જવાને ઓફ ડ્યુટી કર્યો કમાલ, જાણો સમગ્ર બનાવ... - Surat fireman
Published : Jul 29, 2024, 9:08 AM IST
સુરત : એક કર્મનિષ્ટ કર્મચારીનું ઉમદા ઉદાહરણ સુરત ફાયર વિભાગના જવાને પૂરું પાડ્યું છે. જાણવા મળેલી માહિતી મુજબ ડભોલી ફાયરબ્રિગેડમાં માર્શલ તરીકે નોકરી કરતા વિજય જાદવ અમરનાથ દર્શન કરી કટરા સ્ટેશનથી સ્વરાજ્ય એક્સપ્રેસમાં પરત આવી રહ્યા હતા. તે સમયે B-2 નંબરના AC કોચમાંથી ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાઈ ગયા હતા. આ અંગે લોકો પાયલટને જાણ થતા ટ્રેન રોકીને લોકો પાયલટ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.
તે દરમિયાન વિજય જાદવે પોતાનો પરિચય આપ્યો અને ખુદ આગ ઓલવવામાં મદદ કરી શકે છે તેવું જણાવી આગ ઓલવવા માટે પરમિશન માંગી હતી. આગળની વાત કરતા વિજય જાદવે જણાવ્યું હતું કે, પરમિશન લીધા બાદ 15 મિનિટમાં કોચની નીચે જઈ આગ ફેલાતા રોકી હતી. આગ ફેલાય તે પહેલાં જ રોકી લેવાતા લોકોએ હાશકારો લીધો હતો.