ઓલપાડના કીમ ગામમાં તસ્કરો બેફામ, એક જ સોસાયટીના 5 મકાનમાં ઘરફોડ - Surat Crime News - SURAT CRIME NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 10:38 PM IST
સુરતઃ જિલ્લામાં તસ્કરોનો તરખાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે. લોકો તસ્કરોના ખોફથી ભયમાં જીવી રહ્યા છે. ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ સાંઈ રેસીડેન્સીમાં મોડી રાત્રે એક સાથે 5 જેટલા બંધ ઘરના તાળા તૂટ્યા હતા. તસ્કરોએ બંધ ઘરમાં પ્રવેશી ખાખાખોળી કરી અને ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. એક ઘર આંગણે પાર્ક કરેલ બાઈક પણ ઉઠાવી ભાગી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ કીમ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. સોસાયટીના રહીશોના નિવેદન લઈને તસ્કરો સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી. બંધ ઘરમાંથી તસ્કરોએ કેટલા મત્તાની ચોરી કરી છે એ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ જાણવા મળશે. હાલ તો તસ્કરો દ્વારા એક સાથે 5 જેટલા બંધ ઘરોને નિશાન બનાવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. કિમ પોલીસ મથકના પીએસઆઈ વી.આર. ચોસલા એ જણાવ્યું હતું કે, ચોરીની ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તુરત સ્થળ પર દોડી ગઈ હતી. 5 બંધ ઘરના તાળા તૂટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.