સુરત એરપોર્ટ પર વિમાન હાઈજેકનું કરાયુ દિલધડક મોકડ્રીલ - plane hijack at Surat airport - PLANE HIJACK AT SURAT AIRPORT
🎬 Watch Now: Feature Video
Published : Jun 28, 2024, 4:16 PM IST
સુરત: સુરત એરપોર્ટ ખાતે ચાર આતંકીઓએ વિમાન હાઈજેક કરી, છ યાત્રીઓને બંધક બનાવ્યાં હોવાના સમાચારથી યાત્રીઓ અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. એરપોર્ટ પરિસરમાં ચેતક કમાન્ડો રાઈફલ લઈ દોડતા ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. ઘટનાક્રમને પગલે એરપોર્ટ પર હાજર યાત્રી અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. શરૂમાં તેઓ કાંઈ સમજી શક્યા નહોતા. પરંતુ આખું ઓપરેશન પાર પડયા બાદ આ ફક્ત મોકડ્રીલ હોવાની જાણ થતા યાત્રીઓમાં હાશકારો અનુભવાયો હતો. સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ચાર આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘુસી 6 મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો તેમજ CISFના જવાનોએ મક્કમ મુકાબલો કરી આતંકીઓને જીવતા પકડ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ અને કલેકટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ આયોજિત મોકડ્રીલમાં એરપોર્ટ અથોરિટી દ્વારા મોકડ્રીલનું આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.