Budget 2024 25 : બજેટ 2024-25 ને લઈને જામનગરના વિદ્યાર્થીઓએ આપી પ્રતિક્રિયા...
🎬 Watch Now: Feature Video
જામનગર : આજરોજ દેશના નાણાપ્રધાન દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જોકે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે કેન્દ્રીય બજેટને લોકો કામ ચલાવ બજેટ તરીકે જોઈ રહ્યા છે. કારણ કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર બનશે અને નવી સરકાર બનશે ત્યારે ફરીથી નવું બજેટ રજૂ કરવામાં આવશે.
સામાન્ય બજેટ રજૂ કરાયું : હરિયા કોલેજના વિદ્યાર્થીઓએ બજેટ વિશે જણાવ્યું કે, બજેટમાં કાઈ ખાસ બાબત નથી. નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે, મિશન ઇન્દ્રધનુષ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. તેમજ આયુષ્યમાન ભારત સ્કિમનો લાભ દરેક આંગણવાડી વર્કરને મળશે. મધ્યમ વર્ગને ઘર ખરીદવા મદદ કરવામાં નવી સ્કીમ લાવવામાં આવશે. ખાસ કરીને પછાત જિલ્લાઓના વિકાસ પર ભાર મુકાશે.
નવા આવાસો બનાવાશે : 2 કરોડ આવાસના કામોને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જીડીપી વિકાસ પર સરકારનું ખાસ ધ્યાન છે. જન ધન એકાઉન્ટમાં નાણા મુકવાથી રુપિયા 2.7 લાખ કરોડની બચત થઈ છે, તેવું બજેટમાં નાણાપ્રધાને કહ્યું છે.