નવસારીથી કૃષ્ણપુર જતી એસટી બસ રોડના કિનારે કાદવમાં ફસાઈ - ST bus from navasari to krishnapur - ST BUS FROM NAVASARI TO KRISHNAPUR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 12:22 PM IST

નવસારી: નવસારી શહેરથી છાપરા રોડ જતા મુખ્ય માર્ગ, રાહદારીઓથી ધમધમતો હોય છે. ત્યારે નવસારી એસટી ડેપોથી 10 પેસેન્જરને ભરીને નીકળેલી બસ કૃષ્ણપુર ગામ તરફ જઈ રહી હતી. તે દરમિયાન વરસાદને કારણે બસ છાપરા ગામ નજીક રોડની બાજુમાં આવેલી કાચી જમીનમાં બસના આગળનું ટાયર ખૂંપી ગયું હતું. જેને કારણે બસના આગળના ભાગને થોડું નુકસાન થયું છે. જેથી બસ તેમાંથી બહાર આવી શકી ન હતી. ડ્રાઇવર દ્વારા ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા તેમ છતાં પણ ટાયર ઊંડે સુધી ખૂપી જતા ઘટનાને લઈને નવસારી એસટી બસ ડેપોમાં તંત્રને જાણ કરવામાં આવી હતી. તથા પેસેન્જરને પોતાના ગંતવ્ય સ્થળ સુધી જવા માટે અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં જો કે કોઈ પણ પેસેન્જર ઇજાગ્રસ્ત થયું ન હોતું.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.