સોમનાથ મહાદેવને 145 કિલો પીળા પુષ્પોના શણગારથી કરવામાં આવ્યા શોભાયમાન - SOMNATH YELLOW FLOWER SHANGAR - SOMNATH YELLOW FLOWER SHANGAR
🎬 Watch Now: Feature Video
Published : Aug 22, 2024, 9:52 PM IST
ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ હવે ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે દરરોજ સોમનાથ મહાદેવને શણગારથી શોભાયમાન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે 145 કિલો જેટલા પુષ્પોથી મહાદેવને શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન કરીને શિવભક્તો ભારે ધન્યતા અનુભવી હતી. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પ્રત્યેક દિવસે મહાદેવને વિવિધ શણગાર કરીને શોભાયમાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે કૃષ્ણ પક્ષની ત્રીજીના દિવસે સોમનાથ મહાદેવને 145 કિલો પીળા પુષ્પનો શણગાર કરવામાં આવ્યો હતો.
મંદિરના પંડિતો દ્વારા મહાદેવને ચાર કલાકની મહેનત બાદ પીળા પુષ્પોના શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. પીળો રંગ સુખ સમૃદ્ધિ અને સંપત્તિનો પ્રતિક માનવામાં આવે છે જેના દર્શન કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થતા હોય છે અને દર્શન કરનાર પ્રત્યેક શિવભક્તને સુખ સમૃદ્ધિ આપતા હોય છે પીળા રંગને શાંતિનું પ્રતીક અને જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ માટે પણ મહત્વનુ માનવામાં આવે છે ત્યારે પીળા પુષ્પોના શણગારના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી.