સુરતમાં ગોલ્ડ સ્મગ્લિંગ ઝડપાયું, દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરવા સ્મગલર્સે અપનાવેલી નવી ટ્રિક, જાણો સમગ્ર ઘટના - Gold smuggling caught in Surat

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 7:57 PM IST

thumbnail
સુરતમાં ગોલ્ડ સ્મગ્લિંગ ઝડપાયો (ETV Bharat Gujarat)

સુરત: દુબઈથી ટ્રાવેલ બેગમાં ગુપ્ત રીતે ગોલ્ડ પેસ્ટનું લેયર બનાવી સ્મગલિંગ કરવાના પ્રકરણમાં મૌલવી બાબતે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૌલવી અબ્દુલ બેમાત આઠેક વખત દુબઇ ટ્રિપ મારી આવ્યો છે. અને સોનાની દાણચોરીના નફામાં 25 ટકા કમિશન મેળવતો હતો. મૌલવીએ સાત માસમાં જે 30 કેરિયરોને ગોલ્ડ સ્મગલિંગ માટે મોકલ્યા હતા. આ બાબતે પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. સુરત શહેર એસઓજીની ટીમે મૌલવીના મોસાલી સ્થિત ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન કર્યું હતું.

દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ: સ્મગલર્સે અપનાવેલી નવી ટ્રિકનો સુરત શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પર્દાફાશ કર્યો હતો. એક્વેરેજીયા કેમિકલ મિશ્રિત ગોલ્ડ પેસ્ટ ટ્રાવેલિંગ બેગમાં અલાયદા બનાવેલા લેયરની આડમાં દુબઇથી સુરત ફ્લાઈટમાં મોકલવામાં આવ્યું હતું. એસઓજીએ આ રેકેટમાં કેરિયર નઈમ મોહનીફ સાલેહ, તેની પત્ની ઉમૈમા, અબ્દુલ ફારૂક બેમાત અને તેનો સાથી ફિરોજ ઈ બ્રાહીમ નૂરને પકડી પડાયા હતા. ચારેય બેગમાં સંતાડેલા 927 ગ્રામ વજનનો સોનાનો પાવડર કિંમત રૂ. 64.89 લાખ કબજે લેવાયા હતા. આ દરમિયાન એસઓજીની ટીમે ગોલ્ડ સ્મગલિંગના આ રેકેટના મૂળ સુધી પહોંચવા સૂત્રધાર મૌલવી અબ્દુલ બેમાતને કેન્દ્રમાં રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મંગળવારે બપોરે એસઓજીની ટીમ માંગરોળના મોસાલી પહોંચી હતી. અહીં મૌલવી અબ્દુલ બેમાતના ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન કર્યુ હતું.

પોલીસે શરુ કરી તપાસઃ મૌલવી અત્યાર સુધી 7-8 દુબઈની ટ્રિપ મારી ચૂક્યો છે. સાઉથ આફ્રિકાના સોકત અને દુબઈના શહેજાદના ઇશારે મૌલવીએ છેલ્લાં 7 માસમાં 30 કેરિયરોને દુબઈ ગોલ્ડ સ્મગલિંગ માટે મોકલ્યા હતા. પોલીસે તે 20 કેરિયરો કોણ? તે દિશામાં તપાસ શરૂ કરી છે. વધુમાં મૌલવીને ગોલ્ડ સ્મગલિંગમાં નફાના ૨૫ ટકા કમિશન મળતું હતું. ઊંચા કમિશનની લાલચમાં તે સોનાની દાણચોરીના વેપલામાં કૂદી પડ્યો હતો. 1 કિલો ગોલ્ડમાં 10 લાખનો નફો થતો હતો. જે સ્મગલરો વચ્ચે વહેંચાતા હતા. સોનાની દાણચોરીમાં હવાલા કૌભાંડની પણ આશંકા છે. સોનાની આટલી મોટી રકમનો હવાલો પાડવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં તપાસ થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.