રાજપૂત સમાજના કેટલાક આગેવાનોએ ભાજપને ટેકો જાહેર કર્યો, કમલમ્ ખાતે સીઆર પાટીલ સાથે ખાસ મુલાકાત - Kshatriya community protest - KSHATRIYA COMMUNITY PROTEST
🎬 Watch Now: Feature Video
Published : Apr 29, 2024, 9:44 AM IST
ગાંધીનગર : લાંબા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રુપાલા અને ભાજપનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે હાલમાં જ ભાજપ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે રાજપૂત સમાજના આગેવાનોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવે રાજપૂત સમાજના લોકો સાથે રાખીને ભાજપને ટેકો જાહેર કર્યો છે.લક્ષ્મણસિંહ યાદવે જણાવ્યું કે, ગુજરાતના ખૂણે ખૂણેથી રાજપૂત સમાજના આગેવાનો આજે ભાજપને ભારતના ભવિષ્ય, રાષ્ટ્ર અને ધર્મને સમર્થન આપવા કમલમ આવ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી હિન્દુ સમાજ અને સુખ, શાંતિ, સલામત અને વિકસિત ભારત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. દેશમાં તોફાન હુલ્લડને ડામવાની કામગીરી અમિત શાહે કરી છે. રાજપૂત અને ક્ષત્રિયો પોતાનું હિત જોતા નથી, રાષ્ટ્રના વિકાસ માટે આજે અમે અહીંયા આવ્યા હતા. રાજપૂતો ક્યારેય માંગતા નથી અને શરતો હોતી નથી. બિનશરતી ભારતના વિકાસ માટે અહીંયા આવ્યા છીએ.