સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દીધી, TPO મનસુખ સાગઠીયાનું વધુ એક કૌભાંડ - Rajkot News - RAJKOT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 24, 2024, 3:50 PM IST
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દેવાના કૌભાંડથી ચકચાર મચી ગઈ છે. તત્કાલીન TPO મનસુખ સાગઠીયાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં તેણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી જમીન ટીપી કપાતમાં ન આવતી હોવા છતાં સરકારને કે કોઈને પૂછ્યા વગર બિલ્ડરને આપી દીધી છે. બિલ્ડરે યુનિવર્સિટીની ગ્રાન્ટમાંથી બનાવેલ 75 મીટરની કમ્પાઉન્ડ વોલ તોડી પેશકદમી કરી નાખી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હતી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી નથી. યુનિવર્સિટીના સતાધિશોની પૂર્વ મંજૂરી લીધા વગર રાજકોટ બિલ્ડરને જમીન ફાળવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કુલપતિ ડો.કમલેશ ડોડીયાએ પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ડો. કમલ ડોડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1968માં કલેકટર દ્વારા યુનિવર્સિટીને જમીન ફાળવવામાં આવી હતી. માર્ચ 2021માં યુનિવર્સિટીની જમીન ટીપી સ્કીમ અંતર્ગત કોર્પોરેશન દ્વારા લઈ લીધી હતી. કોર્પોરેશન દ્વારા બિલ્ડરની કપાત જમીનની જગ્યાએ યુનિવર્સિટીની જમીન આપી દેવામાં આવી છે. વર્ષ 2021થી યુનિવર્સિટી દ્વારા સતત કોર્પોરેશન તેમજ સરકારને પત્ર લખવામાં આવી રહ્યા છે. ચાલુ માસમાં પણ પત્ર લખીને કોર્પોરેશનનો જવાબ માગવામાં આવ્યો છે પરંતુ આજ દિવસ સુધી કોર્પોરેશન દ્વારા જવાબ આપવામાં નથી આવ્યો.