તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદનું આગમન - TAPI VYARA RAIN - TAPI VYARA RAIN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-06-2024/640-480-21673346-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jun 9, 2024, 8:09 PM IST
તાપી: વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં વાતરણમાં પલટો જોવા મળ્યો. ભારે પવન સાથે તાપી જિલ્લામાં વરસાદનું આગમન થયું છે, ત્યારે બપોરની ભારે ગરમીના ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં આવતા ઠંડત પ્રસરી હતી. જેમાં હાલ ગાજવીજ સાથે તાપી જિલ્લાના વ્યારા, સોંઘઢ, વાલોડ સહિતના જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે. એવામાં અનેક લોકો તાપના ઉકળાટ થી રાહત મળતા વરસાદનો આનંદ માણી રહ્યા છે.
તાપી જિલ્લામાં ગરમીનો અંત આવતા ગાજવીજ સાથે બપોરના સમયે વરસાદનું આગમન થયું હતું. વરસાદ આવવથી ચારેકોર ઠંડક પ્રસરી હતી. આ વરસાદી માહોલમાં લોકો આનંદ અનુભવતા જોવા મળ્યા. તાપી સિવાય અન્ય વિસ્તારો જેમ કે વ્યારા, વાલોડમાં પણ મેધરાજનું આગમન થતાં લોકોમાં આનંદ છવાયો હતો.