મહીસાગરમાં "રામલહેર" ઐતિહાસિક દિવસને રામભક્તોએ યાદગાર બનાવ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

મહીસાગર : અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની મહીસાગર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના શહેર સહિત ગામે ગામ રામોત્સવનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાના બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, સંતરામપુર નગરમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠાને લાઈવ નિહાળવાનું આયોજન કરાયું હતું.

રામજી મંદિરમાં મહાઆરતી : બાલાસિનોરના 200 જુના પ્રાચીન રામજી મંદિરમાં શ્યામવર્ણ સ્વરૂપે રામલલા બિરાજમાન છે. આ રામજી મંદિર ખાતે મહાઆરતી બાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં નીકળતા બાલાસિનોર રામમય બન્યું હતું.

લુણાવાડા રામમય બન્યું : મહિસાગર જિલ્લામાં લુણાવાડા રામજી મંદિર ખાતે પૂજા અને હવનના કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ નિહાળવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં સાંજના સમયે શોભાયાત્રા નીકળી હતી. ઉપરાંત દીપોત્સવ અને ભવ્ય આતશબાજી સાથે નગરજનો દ્વારા સુંદરકાંડ અને સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું.

રામોત્સવની ભવ્ય ઉજવણી : અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મહીસાગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં પ્રભાતફેરી, આતશબાજી, સમૂહ મહાઆરતી, લાઇવ પ્રસારણ, ઘરે ઘરે દીપ પ્રાગટ્ય, હનુમાન ચાલીસા પાઠ સહિતના વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.