ઉપલેટા શહેર જળબંબાકાર, ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ - Rajkot News
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ઉપલેટા શહેરમાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નગીના સોસાયટી વિસ્તારમાં રહેણાક મકાનમાં પાણી ઘુસી ગયા છે. વરસાદના પાણી ઘરમાં ઘુસી જતા લોકો સમસ્યામાં મુકાયા છે. ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકોની ઘરવખરી પાણીમાં પલળી હોવાનું પણ સામે આવ્યું છે.
ઉપલેટામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સ્થાનિક ઈમરાન પઠાણ જણાવે છે કે, અમારા ઘરમાં તમામ વસ્તુઓ પલળી ગઈ છે. ફ્રીજ, ટીવી, ફર્નિચર વગેરે તમામ ઘરવખરી પલળી ગઈ છે. અન્ય સ્થાનિક જાસ્મીનબાનુ જણાવે છે કે, અનાજ, ગાદલા જેવો સામાન પલળી જતા અમારી મુશ્કેલીનો કોઈ પાર નથી રહ્યો. ઉપલેટા શહેરમાં પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નગીના સોસાયટી વિસ્તારમાં રહેણાક મકાનમાં પાણી ઘુસી ગયા છે.