રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના સંદર્ભે આમ આદમી પાર્ટી આકરાપાણીએ, ભાજપ પર કર્યા વાકપ્રહાર - Rajkot Game Zone Fire Accident - RAJKOT GAME ZONE FIRE ACCIDENT
🎬 Watch Now: Feature Video
Published : May 31, 2024, 6:57 PM IST
અમદાવાદઃ રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડન્ટ મુદ્દે આમ આદમી પાર્ટીએ ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવી અને આપ નેતા ગોપાલ ઈટાલિયાએ મીડિયા સમક્ષ રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવી ઘટના વારંવાર બની રહી છે. 2 મહિના બાદ ભાજપ આ દુર્ઘટના ભુલાવી દેવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. ભાજપના કારણે ગુજરાતમાં આવી ઘટના બની રહી છે. ગુજરાતમાં બનેલી ઘટનામાં ભાજપના નેતા અને અધિકારી ભષ્ટ્રાચાર કરવામાં આવે છે. ભાજપના નેતાને બચવવા માટે SIT ની રચના કરવામાં આવે છે. બોટાદ,મોરબી,વડોદરા,સુરતમાં SIT રચના કરવામાં આવી હતી. તેમ છતાં તે લોકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો. સરકાર દ્વારા અનેક ઘટના SIT રચના કરવામાં તેમ છતાં કોઈ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં નકલી સરકારી કચેરી ઝડપાઈ તેમાં પણ SIT રચના કરવામાં આવી હતી. કોઈ કાર્યવાહી કરવામાં આવી. ગુજરાતમાં ભાજપના નેતા કારણે અને અધિકારી કારણે કોઈ ઘટના બને ત્યારે બીજા દિવસ જ SIT રચના કરવામાં આવે છે. ભાજપ દ્વારા સીટ નામનું નાટક કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આવી 500 જેટલી SIT રચના કરવામાં આવી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, એકપણ ઘટના પણ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. બોટાદ બાદ જે SIT રચના કરવામાં આવી તેમાં ચોકવાનાર ઘટના સામે આવી છે. ભાજપના માનીતા સુભાષ ત્રિવેદી નિમણુક કરવામાં આવી છે. ગુજરાતમાં 156 સીટ આપી તેમ છતા SITના નામે છેતરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા હવે ગુજરાતમાં બનેલી ઘટના ભોગ બનનાર લોકોને મળશે.