સુરતના કીમ ચાર રસ્તા નજીક સ્ટેટ હાઇવે પર વરસાદના લીધે પડ્યા ખાડા, વાહન ચાલકો પરેશાન - Potholes on the state highway - POTHOLES ON THE STATE HIGHWAY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2024/640-480-22077680-thumbnail-16x9-.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 29, 2024, 7:24 PM IST
સુરત: જિલ્લામાં 4-5 દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત 4 દિવસ વરસેલા ભારે વરસાદને લઈને ઠેર ઠેર તારાજી સર્જાઇ હતી. રસ્તાઓ બિસ્માર બની ગયા હતા. ત્યારે સુરતના કીમ ચાર રસ્તા નજીક પસાર થતો માંડવી - કીમ માંડવી સ્ટેટ હાઇવે પર કમરતોડ ખાડાઓ પડી ગયા છે. સ્ટેટ હાઇવે પર પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વાહનો ને પણ નુકશાન થઈ રહ્યું છે. તેમજ ભારે વરસાદમાં અવાર નવાર આ સ્ટેટ હાઇવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે. જે દરમિયાન વાહન ચાલકોને ખાડાઓનો અંદાજ આવતો નથી અને ખાડાઓમાં પડતાં હોય છે. જેને લઇને સતત અકસ્માત પણ સર્જાય છે. તંત્ર ઝડપથી આ રસ્તાનું સમારકામ કરાવે એ હાલ જરૂરી બન્યું છે.