રાધનપુરના ખેડૂતે પશુપાલન થકી કરી અધધ કમાણી, દરરોજ 180 લીટર દૂધ ઉત્પાદન કરી મેળવ્યા ઈનામ - Animal husbandry - ANIMAL HUSBANDRY
🎬 Watch Now: Feature Video
Published : Jul 1, 2024, 9:23 PM IST
પાટણ : રાધનપુરના કમાલપુર ગામ ખાતે પશુપાલન વ્યવસાય કરતા ખેડૂત પરિવારે અધધ આવક મેળવી છે. પશુપાલક વિજય ચૌધરી પાસે 10 ભેંસ અને 25 ગાય સહિત નાના-મોટા પશુઓ મળીને કુલ 35 પશુ છે. પશુપાલક વિજય ચૌધરીએ જણાવ્યું કે, દરરોજ 150 થી 180 લીટર દૂધ ડેરીમાં ભરાવી રહ્યા છે. જેમાં દર મહિને 1.5 થી 2 લાખ જેટલી આવક થાય છે. અને 1 લાખ જેટલો નફો મેળવે છે. દર વર્ષે ડેરીમાંથી સારો એવો વધારો પણ મેળવી રહ્યા છે. આ પરિવાર સાથે મળીને પશુપાલનનો વ્યવસાય કરી રહ્યો છે. બનાસ ડેરીમાંથી દર વર્ષે ત્રણ લાખથી વધારે ભાવ વધારો લે છે અને ચાર જેટલા એવોર્ડ મેળવ્યા છે. ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશનમાંથી તાલીમ લઈને સારી આવક મેળવી રહ્યા છે. એક મહિલા પણ કંઈક કરી શકે તે સાબિત કરી બીજા માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.