PM Narendra Modi Visited Navsari: કાપડના વેપારીઓએ કહ્યું, પીએમ મિત્રા પાર્ક ટેકસટાઇલના વિકાસ માટે પણ ઉપયોગી થશે - PM Narendra Modi navsari
🎬 Watch Now: Feature Video
Published : Feb 22, 2024, 9:48 PM IST
નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે હતા. તેઓએ નવસારીના વાસીબોરસી ગામ ખાતે ગુજરાતના પ્રથમ પીએમ મિત્રા પાર્કના કાર્યોની શરૂઆત કરાવી હતી. દક્ષિણ ગુજરાતના કાપડના વેપારીઓ ઉત્સાહિત છે. કાપડના ઉદ્યોગપતિ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે આ ટેક્સટાઇલ મિત્રા પાર્ક ટેકસટાઇલના વિકાસ માટે પણ ઉપયોગી થશે જે વિકાસ થશે તે બુલેટ ટ્રેનની ગતિમાં જોવા મળશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવતા લોકો અહીં વેપાર કરી શકશે. ફેબ્રિક ટુ ફાઈબર, તમામ પ્રકારની સુવિધાઓ અહીં ઉપલબ્ધ થશે. અન્ય એક વેપારી પ્રમોદ ચૌધરીએ જણાવ્યું કે, સુરતના કાપડ ઉદ્યોગને જંગી પ્રોત્સાહન મળશે સુરત વિશ્વનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ છે પહેલા અહીં સાડીઓ બનાવવામાં આવતી હતી પરંતુ હવે અલગ-અલગ પ્રકારના કપડા તૈયાર કરવામાં આવે છે. ટેક્સટાઇલ પાર્કને કારણે ગારમેન્ટ ઉદ્યોગને ફાયદો થશે.