બાઈક પર સ્ટંટ કરીને વીડિયો બનાવવાનું યુવાનોને પડ્યું ભારે, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન - Action against stunt youths - ACTION AGAINST STUNT YOUTHS
🎬 Watch Now: Feature Video


Published : Jul 13, 2024, 6:10 PM IST
કચ્છ: ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારોઇ ભચાઉ હાઇવે પર ભયજનક રીતે વાહન ચલાવી સ્ટંટ કરીને રીલ બનાવનાર યુવાનો વિરુદ્ધ ભચાઉ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારોઈ-ભચાઉ હાઈવે પર ભયજનક રીતે બાઈક સાથે સ્ટંટ કરી વિડીયો બનાવી સોશીયલ મીડીયા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરી ભયજનક વાતાવરણ ઉભુ કરનાર બે યુવાનો પ્રકાશ કોલી અને ભાવેશ લાલાણીને પોલીસ સ્ટેશન લાવી વિડીયોની ખરાઈ કરી હતી. પોલીસ સમક્ષ વિડીયો પોતે જ બનાવી મોજશોખ માટે વાયરલ કરેલ હતો, તેવી કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે તેમને કાયદાનું ભાન કરાવીને ભૂલ કબૂલતા હોવાનો વિડિયો બનાવ્યો હતો અને તેમની બંને બાઈક કબ્જે કરીને તેમની વિરુધ્ધ કાર્યવાહી કરી છે.