PM મોદીનું લાલ કિલ્લા પરથી દેશજોગ સંબોધન LIVE - PM Narendra Modi Addresses Nation - PM NARENDRA MODI ADDRESSES NATION
🎬 Watch Now: Feature Video
Published : Aug 15, 2024, 7:35 AM IST
|Updated : Aug 15, 2024, 10:06 AM IST
નવી દિલ્હી: આજે ભારત પોતાનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે PM મોદી લાલ કિલ્લા પરથી સતત 11મી વખત રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં છે, આ પહેલાં તેમણે સોશિયલ મીડિયા પર દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે, સવારે પીએમોદી સૌથી પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધી સ્થળ રાજઘાટ ખાતે પહોંચ્યા હતાં અને બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આજે પીએમ મોદી સતત 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરીને આ ઐતિહાસિક પર્વના સાક્ષી બની રહ્યાં છે. ત્યારે સમગ્ર લાલકિલ્લો અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયો છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને રાજધાની દિલ્હીના ખૂણે-ખૂણે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રોડથી નદી અને આકાશ સુધી પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. NSG, SPG, અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના 35,000થી વધુ જવાનોને લાલ કિલ્લા અને સમગ્ર દિલ્હીની સુરક્ષા સોંપવામાં આવી છે.
Last Updated : Aug 15, 2024, 10:06 AM IST