આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની નિશાન સ્કુલમાં કરશે મતદાન - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-05-2024/640-480-21405256-thumbnail-16x9-jpg-2.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : May 7, 2024, 7:27 AM IST
|Updated : May 7, 2024, 7:53 AM IST
લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન યોજાશે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 3 કેન્દ્રીય મંત્રી છે.આજના આ લોકશાહીના પર્વની ઉજવણી કરવા ગુજરાતના મતદારો ઉત્સાહી છે. તમામ મતદારો સમજી વિચારી પોતાનો મત આપી આ લોકશાહીના પર્વની ઉજવણી કરશે. થોડી જ વારમાં મતદાશ શરૂ થઈ જશે. ત્યારે આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મતદાન કરવા અમદાવાદના રાણીપમાં નિશાન સ્કુલ ખાતે પહોંચશે અને પોતાનો મત આપશે.
Last Updated : May 7, 2024, 7:53 AM IST