'હવે તો રોડના સળીયા બહાર નીકળી ગયા', સમારકામ તો કરાવો ! વિકાસની ચાડી ખાતુ ઉમરપાડા ગામ - awful road in Umrapada village - AWFUL ROAD IN UMRAPADA VILLAGE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-06-2024/640-480-21734787-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jun 18, 2024, 7:40 AM IST
ઉમરપાડા: સરકાર દ્વારા અવાર-નવાર દાવાઓ કરવામાં આવે છે કે, રાજ્યના છેવાડાના ગામડાઓ સુધી વિકાસ પહોંચી ગયો છે. રસ્તા,વીજળી, પાણીની સુવિધાઓ કરી દેવાઈ છે.પણ હજુ ઘણા ગામડાઓમાં વિકાસના નામથી અપરિચિત છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે છેલ્લા ઘણા સમયથી રસ્તો બિસ્માર બની ગયો છે. સમયસર રસ્તાનું સમારકામ ન થતા રસ્તા પર લોખંડના સળીયાઓ નીકળી ગયા છે, જેને લઇને વાહન ચાલકોને સતત અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ગ્રામ પંચાયતના સત્તાધીશો કે જવાબદાર અધિકારીઓ જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર ઝડપથી આ રસ્તાનું સમારકામ કરાવે એવી લોકમાંગ ઉઠી છે. આ અંગે ઉચવાણ ગ્રામ પંચાયતના તલાટી હિતેશ ભાઈએ જણાવ્યું હતું કે આ રસ્તાનું ટુંક સમયમાં સમારકામ કરવા આવશે.નવો રસ્તો પણ મંજૂર થઈ ગયો છે.આચાર સંહિતા ના કારણે કામ થઈ ન શક્યું હતું