મતદાન ન કરવા બહાના બતાવતા લોકો આ જોઈ લો ! સુરતમાં લકવાગ્રસ્ત મતદારે કર્યો મતાધિકારનો ઉપયોગ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 4:51 PM IST
સુરત : લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતભરમાં વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. લોકો ઉત્સાહભેર લોકતંત્રનો પર્વ મનાવી રહ્યા છે. જોકે કેટલાક લોકો પાસે મતદાન ન કરવા માટે અનેક કારણો હશે, પરંતુ આવા લોકોને સુરત ખાતે રહેતા અને નવસારી લોકસભા બેઠકના મતદાતા પવન શરાફને મળવું જોઈએ. પવન શરાફ છેલ્લા ત્રણ વર્ષથી લકવાગ્રસ્ત હોવાથી ચાલી શકતા નથી. પ્રવાહી લેવા માટે નાકમાં નળી નાખવામાં આવી હોવા છતાં પવન શરાફ આજે વ્હીલચેરમાં મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. પવન શરાફને તેમના પત્ની મંજુબેન વ્હીલચેર પર મતદાન કેન્દ્ર પર લઈને આવ્યા હતા. મંજુબેને જણાવ્યું કે, મતદાન કરવું આપણો અધિકાર છે. ત્રણ વર્ષ પહેલા તેમના પતિને પેરાલીસીસ એટેક આવ્યો હતો. પરંતુ મતદાન કરવા માટે અમે આજે અહીંયા આવ્યા છીએ.