પાટણ દેવીપૂજક સમાજની અનોખી પરંપરા, અષાઢ વદ ચૌદસે મૃત સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી - Tribute Day of Devi Poojak Samaj - TRIBUTE DAY OF DEVI POOJAK SAMAJ
🎬 Watch Now: Feature Video
Published : Aug 3, 2024, 10:26 PM IST
પાટણ: અષાઢ વદ ચૌદસના દિવસે દેશભરમાંથી દેવીપૂજકો પાટણ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. પાટણ શહેરના ફુલણીયા હનુમાન મંદિરની આગળ બકરાતપુરા વિસ્તારમાં પિતાંબર તળાવ પાસે પટણી સમાજના સ્મશાનગૃહમાં આવી જયાં પૂર્વજોની અંતિમક્રિયા કરીને ત્યાં સમાધિ સ્થળ બનાવીને તેના પર અગરબત્તી, દિવો, શ્રીફળ, ફળ-ફુલ, ખાજા-ખમણ, જવાળાઓ, દૂધ મુકી શ્રદ્ધાંજલિ આપે છે. નાનુ બાળક મૃત્યુ પામ્યુ હોય તેની સમાધિ પર દૂધ મૂકીને પુષ્પાંજલિ આપે છે. રૂદન, સમપર્ણ, એકતાનું પર્વ એટલે દિવાસાનું પર્વના દિવસે પટણી સમાજના મહાપર્વમાં સમાજના વિવિધ મંડળો, જમવાની, ચા-પાણી સગવડ મફત આપવામાં આવે છે. પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ દેવીપૂજક સમાજના સામાજિક કાર્યકર રમેશ પટણીએ ચાના કેમ્પમાં સાથ-સહકાર આપ્યો હતો