પોરબંદર વહીવટીતંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા યાત્રા’ કાર્યક્રમનું કરાયું આયોજન - Har Ghar Tiranga Yatra - HAR GHAR TIRANGA YATRA
🎬 Watch Now: Feature Video


Published : Aug 13, 2024, 3:16 PM IST
પોરબંદર: જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ‘હર ઘર તિરંગા યાત્રા’ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં આવેલા ગાંધી સ્મૃતિ ભવન, કનકાઈ માતાજીના મંદિર ખાતે આજે મંગળવારે તા. 13 ના રોજ સવારે 9 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. તા. 13 ઓગષ્ટ, મંગળવારે સવારે 9 કલાકે ગાંધી સ્મૃતિ ભવનથી હાર્મની ફૂવારા સુધી તિરંગા યાત્રા પરેડનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાવાસીઓ અને સ્કૂલ ના વિદ્યાર્થીઓ તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. પોરબંદર જિલ્લામાં સિસલી, સોઢાણા, ભોમિયાવદર, મંડેર, રાણા રોજીવાડા, રતનપર સહિતની શાળાઓમા તિરંગા યાત્રા યોજાઇ હતી.