વડોદરા લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાના પરિવાર સાથે કર્યુ મતદાન - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 11:53 AM IST
વડોદરા: લોકસભા બેઠક પર મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.ત્યારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ આજરોજ લોકસભાની ચૂંટણીને લઈને વહેલી સવારે દાલીઆ વાડી મતદાન મથકે પોતાના પરિવાર સાથે પહોંચી પોતાનો મત આપ્યો હતો. સૌ મતદારોને વહેલી તકે પોતાના મત આપી દેવા માટે તેઓએ અપીલ કરી હતી. એટલું જ નહીં મતદાન શરૂ થતાની સાથે જ વડોદરા શહેરમાં જાગૃત મતદારો પોતાના મતાધિકાર આપવા માટે વહેલી સવારથી કતારમાં લાગી ગયા હતા.
પ્રવર્તમાન સરકાર સામે ચંદ્રકાંત શ્રીવાસ્તવ કર્યા આક્ષેપ: ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પ્રવર્તમાન સરકારે આપેલા તમામ વાયદાઓ ખોટા નીકળ્યા છે એવું સાબિત કર્યું હતું એટલું જ નહીં. પરંતુ પ્રવર્તમાન સરકાર માત્રને માત્ર મોટી મોટી વાતો કરે છે. ખરેખર મતદારોએ આ વખતની ચૂંટણીમાં સમજી વિચારીને પોતાનો મત આપવો જોઈએ એવી અપીલ કરી હતી અને બેરોજગારોને રોજીરોટી પણ મળવી જોઈએ તેવા વાયદા આપેલા છે અને પથારાવાળાના ભાડા પણ ત્રણ ગણા કરી દીધા છે. એમ તાનાશાહી ચલાવી રહી છે.
મતદાન કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત: આજરોજ વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો. જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.